આ ટુર્નામેન્ટમાં 700 સમાજના જ દીકરા દીકરીઓ અને નાના બાળકોને રમાડવામાં આવે છે તેમના વચ્ચે તંદુરસ્ત હરીફાઈ કરવામાં આવે છે આગળ જીતેલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે દરેક ટુર્નામેન્ટનો હેતુ સમાજના યુવાનોને પરસ્પર જોડવાનો અને સમાજ સાથે જોડવાનો આ સાથે રમાડવામાં આવે છે અત્યાર સુધીમાં નીચે મુજબ ટુર્નામેન્ટ રમાઈ ચૂકી છે
👉 વિસનગર સાતસો સમાજ દ્વારા સતત ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ભૂતકાળમાં થઈ ગયું*
1. SPL 1 40 ટીમ 2015
2. SPL 2 40 ટીમ 2017
3. SPL 3 40 ટીમ & 4 મહિલા વર્ષ 2020
નોંધ:- અગામી ટુર્નામેન્ટ 2023 "SPL 4 " માંખેલાશે
👉 વિસનગર સાતસો સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન ભૂતકાળમાં થઈ ગયું
1. SPL વોલીબોલ - 1 જેમાં 12 ટીમ વર્ષ 2016
2. SPL વોલીબોલ - 1 જેમાં 21 ટીમ અને મહિલા 2 ટીમ વર્ષ 2022
સાતસો સમાજ વિસનગર દ્વારા 14 જૂન 2009 વિશ્વ રક્તદાન દિવસ ના રોજ થી રક્તદાન મહાદાન અભિયાન શરૂ કરેલ છે.અને વિશ્વ રક્તદાન દિવસે અવાર નવાર રક્તદાન કેમ્પ નું આયોજન થાય છે
👉 સાતસો સમાજ વિસનગર દ્વારા અત્યાર સુધી માં 11 જેટલા રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે.
👉 કુલ 11 પૈકી 7 રક્તદાન કેમ્પ વિસનગર સાતસો સમાજ હોલ (કોકિલા ભવન) સ્થળે કરેલ છે. જ્યારે 4 કેમ્પ અન્ય સ્થળે કરેલ છે
👉 દરેક કેમ્પ માં એવરેજ 125 થી વધુ રક્તદાતા એ રક્તદાન ડોનેશન કર્યું હતું.રેકોર્ડ ને જોતા એક કેમ્પ માં વધુ વધુ 177 લોકો એ રક્તદાન કર્યું હતું
👉 સાતસો સમાજ વિસનગર ગ્રુપ વિસનગર વોલન્ટરી બ્લડ બેંક સાથે જોડાયેલ છે. સાતસો સમાજ ના અગ્રણી કીર્તિકુમાર જીવરામભાઈ પટેલ c વિસનગર વોલન્ટરી બ્લડ બેંક માં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે
👉 સાતસો સામાજ ના દીકરાઓ અને દીકરીઓ એ જે સગાઈ માટે ઇચ્છા ધરાવતા હોય તેમની માહિતી એકત્ર કરવી અને પરસ્પર મુલાકાત કરાવવી.
પાસવર્ડ અને E માધ્યમ થી દરેક ને નજીક લાવવા જેવા ઉમદા ઉદ્દેશ થી આ સેવા ઉપલબ્ધ કરી છે. આ સેવા સાતસો પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લિમિટેડ વિસનગર દ્વારા સાતસો સમાજ વિસનગર ગ્રુપ આયોજીત છે.